નખત્રાણા તાલુકાના ખાંભલા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કોપર કેબલ સહિત કુલ રૂા. 1,00,000ના મુદ્દામાલની ચોરી તથા અંદાજિત રૂા. 95,000નું નુકસાન કરાયું હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, ખાંભલાની સીમમાં અયાના કંપનીની ત્રણ પવનચક્કીના દરવાજા તોડી તેમાંથી કોપર કેબલ તથા કન્ટ્રોલ કેબલ અને પેનલ તેમજ યુએસએસ ટ્રાન્સફોર્મરમાંથી કોપર ફ્લેકસીબલ બરા બારની અને ઓઈલ મળી કુલ રૂા. 1,00,000ની કોઈ ચોર ઈસમે ચોરી કરી હતી, તો