વાવ: રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ માંથી પસાર થતી આછુંવા માઇનોર ત્રણ કેનાલમાં સફાઈ નું સુરસુરીયું..
આછુંવા માઇનોર ત્રણ કેનાલમાં સફાઈ નો અભાવ જોવા મળ્યો હતો. ત્રણ કેનાલમાં સફાઈ તેમજ તળિયે તૂટેલી હાલતમાં જોવા મળી હતી.કેનાલ તળિયે તૂટેલી હોવાથી ખેતરોમાં કેનાલનું પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે.આ બાબતે સ્થાનિક ખેડૂતોએ લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેથી ખેડૂતોની એક જ માંગ છે કે કેનાલ સફાઈ કરી તેમજ રીપેર કરી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.