સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે વિવિધ બાર એસોસિયેશનોની ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો, જેના ભાગરૂપે વિસનગર કોર્ટ સંકુલમાં પણ વકીલ મંડળની ચૂંટણી ભારે ઉત્સાહ અને રસાકસી વચ્ચે સંપન્ન થઈ હતી. સવારથી જ કોર્ટ પરિસરમાં વકીલોની ભીડ જોવા મળી હતી અને લોકશાહી ઢબે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.