લીંબડી તાલુકાના પરનાળા ગામની સીમમાં ઢોર ચરાવવા જેવી બાબતે બે પરિવારો વચ્ચે પશુ ચરાવવા ગયા હતા તે વખતે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. વાતાવરણ ઉગ્ર બનતા બંને જુથો ના લોકો હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ મારામારી મા ચાર લોકો ને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હોવાનુ જાણવા મળ્યુ હતું. જોકે ઘટના ની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.