મોરવા હડફ: શ્રી નવદુર્ગા માધ્યમિક શાળામા ફરજ બજાવતા આચાર્યનો વય નિવૃત સન્માન સમારોહ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા યોજાયો
મોરવા હડફ મત વિસ્તારમા સમાવિષ્ટ શ્રી આદિવાસી યુવક સેવા સંચાલિત શ્રી નવદુર્ગા માધ્યમિક શાળા ભંડારામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અશોકકુમાર ફતેસિંહ ચારણના વય નિવૃત્તિ સન્માન સમારોહ ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિતીમા યોજાયો હતો આચાર્ય એ શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવા બદલ એમને સન્માનિત કર્યા હતાં તેમજ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી