માંગરોળ: નંદાવ વાંકલ વેરાકુઈ સહિત ઠેર ઠેર જલારામ જયંતિની ભક્તિ ભાવ સાથે ઉજવણી થઈ
Mangrol, Surat | Oct 29, 2025 માંગરોળ તાલુકાના નંદાવ વાંકલ વેરા કોઈ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર જલારામ જયંતિની ભક્તિ ભાવ સાથે ઉજવણી થઈ હતી નંદાવ ગામે જલારામ જયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું તેમજ સાત હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ દર્શન સાથે લીધો હતો વાંકલ ગામે અંબાજી મંદિર ખાતે જલારામ જયંતીની ઉજવણી થઈ હતી જ્યારે વેરા કુઈ ગામે સવારથી જ દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા સાંજ સુધી આ ઉજવણી ચાલુ રહી હતી