શહેરા: શહેરા વિસ્તરણ રેન્જ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માં તાડવા નર્સરી ખાતેથી ૩ લાખ ૫૩ હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું
શહેરા વિસ્તરણ રેન્જ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માં તાડવા નર્સરી ખાતેથી ૩ લાખ ૫૩ હજાર રોપાનું સરકારની ગાઈડ લાઈન મુજબ વિતરણ કરવામાં આવ્યું છે,સાથે જ પી.બી.પી., એલ.ડી.પી., એચ.ડી.પી. ૧,એચ.ડી.પી. ૨ જેવી ખેડૂતલક્ષી યોજના હેઠળ ૧૪૯ હેક્ટર ખેડૂતોને વાવેતર કરાવી સહાયની ચુકવણી કરાઈ છે તેમ શહેરા વિસ્તરણ રેન્જના આર.એફ.ઓ. અમિતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.