જામનગરમાં મુળ શિહોરવાળા એક પરીવારના ૧૦ વર્ષના પુત્ર અને તેના માતા-પિતા આ ત્રણેય સભ્યો આગામી તા.૫ના રોજ દીક્ષા ગ્રહણ કરશે, આ જ પરીવારના કુલ ૧૦ સભ્યોએ અગાઉ દિક્ષા લીધી હતી તેમ પણ જાણવા મળ્યું છે. દિ.પ્લોટ વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નંદીશભાઇ ચંદ્રકાંતભાઇ શાહ (ઉ.વ.૫૦) તેમના પત્ની ધારીનીબેન શાહ (ઉ.વ.૪૫) અને પુત્ર તિર્થ શાહ (ઉ.વ.૧૦) આ ત્રણેય કુટુંબીજનો સાથે આચાર્ય દેવ પૂર્ણચંદ્રસાગરની નિશ્રામાં દિક્ષા ગ્રહણ કરશે.