સોશિયલ મીડિયા પર રોબ જમાવવા યુવાનો કંઈક ગતકડાં કરતા હોય છે, આવો જ એક પ્રયાસ દિપક વાઘજીભાઈ ઢીલા નામના યુવાને કર્યો હતો,પરંતુ અંજાર પોલીસે તેને કાયદાનુ ભાન કરાવ્યું હતું. જોકે પોલીસે આક્રમક વલણ ન દાખવતા યુવાનને સમજાવ્યો હતો.પુછપરછ કરતાં તેના હાથમાં ફટાકડા ફોડવાની બંદૂક હોવાનું અને તે રિલ્સ બનાવતો હોવાનું જણાવતાં તેને સોશિયલ મીડિયા પર વાઇરલ થવા સીન-સપાટા કરવાની હરકતોથી બચવાની તાકીદ સાથે કાયદો સમજાવતાં યુવાને માફી માગી હતી.