પોશીના: પંથકમાં પડી રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ
આજે સાંજે 6 વાગે મળતી માહિતી મુજબ અંતરિયાળ વિસ્તારે એવા પોશીના પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર વહેલી સવારથી જ પોશીના પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે પંથકના ખેડૂતોએ કપાસ મગફળી શાકભાજી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. ત્યારે આ કમોસમી વરસાદને લઈ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.