ખેડબ્રહ્મા: તાલુકાના આગિયા ગામેથી બોગસ આયુર્વેદિક ડૉક્ટર ઝડપાયો
બુધવારે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગાંધીનગર ને માહિતી મળી હતી. માહિતીના આધારે ખેડબ્રહ્મા ટીએચઓએ ટીમ બનાવીને તાલુકાના આગિયા ગામે રામદેવ આયુર્વેદિક સેન્ટર ની તપાસ કરી હતી અને ત્યારબાદ ભરતભાઈ બારીયા કોઈ ડિગ્રી વગર છેલ્લા આઠેક મહિનાથી અનુભવના આધારે દર્દીઓની આયુર્વેદિક દવાથી નિદાન, સારવાર તેમજ દવા વિતરણ કરતા હતા. ત્યારે રેડ કરી આયુર્વેદિક દવા નો જથ્થો કબજે લઈ રામદેવ આયુર્વેદિક સેન્ટરને લોક કરી સીલ મારી ફરિયાદ નોંધી હતી.