ગરૂડેશ્વર: આગામી 26 નવેમ્બરના રોજ તાલુકા-ગ્રામ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જિલ્લાકક્ષા અને તાલુકા-ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારો પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.૧૦ નવેમ્બરે જે તે ખાતાના પ્રશ્નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે. તેની બે નકલો સંબંધિત મામલતદાર કચેરી ખાતે તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના સાંજે ૬:૦૦ કલાક સુધીમાં આપવાની રહેશે. ત્યારબાદ મળેલી અરજીઓ કાર્યક્રમમાં લેવામાં આવશે નહીં.