લીલીયા: લોકોમાં અનેરો આનંદ:પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે લીલીયા-સાવરકુંડલા વિધાનસભાના લોકોને બ્લડ બેન્કની ભેટ આપતી સરકાર
Lilia, Amreli | Sep 16, 2025 સાવરકુંડલાની સરકારી હોસ્પિટલને બ્લડ બેંકની મંજૂરી મળી છે. ગરીબ દર્દીઓ માટે આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ આવશે. લીલીયા સાબરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાની સતત મહેનત અને આરોગ્ય પ્રત્યેની નિષ્ઠાનો પરિણામ આવ્યું છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી જે પી નડ્ડા, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલનો આ વિસ્તાર ની જનતા વતી ધારાસભ્ય દ્વારા આજે 8 કલાકે આભાર માન્યો હતો.