દસાડા: શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે હજ્જારો લોકો રણમાં આવેલ વિદેશી પક્ષીઓ જોવા ઉમટ્યા
શિયાળાની ગુલાબી ઠંડી જ્યારે શરૂ થઈ ચૂકી છે ત્યારે દસાડા તાલુકામાં કચ્છનું નાનું રણ આવેલ હોય જેને લઈને અહીં ઠંડીનું પ્રમાણ થોડું વધુ રહેતું હોય છે ત્યારે હાલમાં રણમાં આવેલ ટૂંડી વેટલાઈન પર વિદેશી પક્ષીઓનો દર વર્ષે મેળાવડો થાય છે ત્યારે આ વર્ષે પણ વિદેશી પક્ષીઓ રણના મહેમાન બન્યા છે ત્યારે હજ્જારો પ્રવાસીઓ રણની મુલાકાતે વિદેશી પક્ષીઓ અને ઘુડખર જોવા માટે ઉમટ્યા હતા ત્યારે શિયાળાની સિઝન પૂર્ણ થતાં લાખો મુલાકાતીઓ અહીં ઉમટશે.