જાંબુઘોડા: જાંબુઘોડા અભ્યારણમાં આવેલ ઝંડ હનુમાન મંદિર ખાતે શનિવાર અને ધનતેરસની લઇને દાદાના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
જાંબુઘોડા અભ્યારણ વિસ્તારના ગાઢ જંગલોમાં આવેલું શ્રી ઝંડ હનુમાન મંદિર જે પ્રાચીન ધાર્મિક મહત્વની સાથે સાથે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ પણ બન્યુ છે.આજે શનિવાર અને ધનતેરસને લઇ મોટી સંખ્યામાં હનુમાન દાદાના ભક્તોએ દર્શનની સાથે જંગલના શાંત અને મનોહર વાતાવરણનો પણ આનંદ માણ્યો હતો