ગોધરા: SIRની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી,સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
ગુજરાત માં શિક્ષકોની અન્ય સરકારી કામગીરી અંગેના આક્રોશનું એક ગંભીર ઉદાહરણ ગોધરામાંથી સામે આવ્યું છે, જ્યાં એક પ્રાથમિક શિક્ષકે સરકારી તંત્રના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.ગોધરાની એક શાળાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને આ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેમને SIR (Statistical Information for Registration)ની કામગીરી સોંપવામાં આવી છે.આ કામગીરીને લઈને તંત્રના જવાબ