ગોધરા: ગોધરા તાલુકાના કલ્યાણા પેટે રાણીયાની મુવાડી ગામે યુવાને અગમ્ય કારણોસર કુવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.
ગોધરા તાલુકાના કલ્યાણા પેટે રાણીયાની મુવાડી ગામે 19 વર્ષીય યુવાન વનરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડે અગમ્ય કારણોસર ઘર પાછળના કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી. ઘટનાની જાણ થતા પરિવારજનોએ મૃતદેહ બહાર કાઢ્યો. મામલે કિરીટસિંહ ભીમસિંહ રાઠોડે કાંકણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.