એલ.સી.બી.પોલીસે અમદાવાદ ખાતેથી 28 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
Porabandar City, Porbandar | Sep 25, 2025
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 1997ના વર્ષમાં નોંધાયેલ ગુન્હામાં આરોપીઓએ પોરબંદર એચ.એમ.પી. સિમેન્ટ વર્કસના કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ તથા ફેમીલી પેન્સનના રૂા. 6,50,070/- ની કપાત કરી કાયદા મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં જમા નહી કરાવી ગુન્હો નોંધાયો હતો.આ ગુનાનો છેલ્લા 28 વર્ષ થી ગેઝેટ પ્રસિધ્ધ નાસતો ફરતો આરોપીને ઝડપી લીધો હતો.