ઉમરાળા: જાળિયા ગામેથી દેશી દારૂના મોટા અડાનો પર્દાફાશ કરતી એલ.સી.બી. પોલીસ 46400નો મુદ્દામાલ જપ્ત
આજે તારીખ 4 ઓકટોબર 2025 ના રોજ મળતી વિગત મુજબ ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામ નજીક દેશી દારૂ બનાવવાનો મસમોટા જથ્થો ભાવનગર એલ સી બીએ ઝડપી પાડયો હતો , દેશી દારૂના અડ્ડાનાં મુળ માલિક તરીકે જાળિયાનાં પ્રવિણભાઈ ડાયાભાઈ રાઠોડનું નામ ખૂલ્યું હતું ૭ બેરલ સહિતનો આથો પોલીસે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે 46400નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી .