મહુવા: મહુવામાં ગાર્ડનમાં યુવકો પર છરીથી હુમલો, બે ગંભીર ઇજાગ્રસ્ત
મહુવામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગાંધીબાગ ગાર્ડનમાં ફરવા ગયેલા યુવકો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, સંદીપભાઈ ચૌહાણ અને તેમના મિત્રો અમિત ઉર્ફે કાનુ અને ચંદ્રેશ ગાર્ડનમાં બેઠા હતા ત્યારે જતીન ચૌહાણ અને તેના સાથીઓએ “સામું કેમ જોયું?” જેવી નાની વાતને લઈને ઝઘડો શરૂ કર્યો હતો.