ગોધરા: વડોદરા રોડ પર આવેલ ચિખોદરા પાસે પરપ્રાંતીય વ્યક્તિને ગોડાઉન શેડ ભાડે આપનાર ઇસમ સામે SOG પોલીસે કાર્યવાહી કરી હતી
પંચમહાલ જિલ્લાના જાહેરનામા મુજબ રાજ્ય બહારના વ્યક્તિને મિલકત ભાડે આપતી વખતે સ્થાનિક પોલીસને જાણ કરવી ફરજિયાત છે. આ નિયમના ભંગ બદલ પંચમહાલ SOG પોલીસે 15 જાન્યુઆરીએ ગોધરા શહેરના વડોદરા રોડ પર ચિખોદરા પાસે કાર્યવાહી કરી. તપાસમાં ઇશાક અબ્દુલ સત્તાર હાજી ઇબ્રાહિમ પટેલે પોતાના ગોડાઉન શેડ દેવ મારબલ એકમ ચલાવતા પરપ્રાંતીય ઇસમને આધાર પુરાવા વિના ભાડે આપ્યો હોવા છતાં પોલીસને જાણ ન કરી હોવાનું બહાર આવ્યું. આ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસમથકે જાહેરનામા ભંગનો ગુન