અંજાર તાલુકાના ખંભરા ગામમાં રહેતા આધેડ અને તેમના માતા અમદાવાદ ગયા હતા અને પાછળથી તસ્કરોએ તેમનાં ઘરમાંથી રૂા. 5,99,752ના દાગીના, રોકડ રકમની ચોરી કરી હતી તેમજ પાડોશમાં રહેતા મામાના ઘરમાંથી રૂા. 1,20,000નો હાથ માર્યો હતો. બે બંધ મકાનમાંથી રૂા. 7,19,752ની મતાની ચોરીના પગલે ભારે ચકચાર પ્રસરી હતી.