ભરૂચ: કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાએ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે પુનગામ ખાતેના આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી.
ભરૂચ કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાએ અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે પુનગામ ખાતેના પ્રવેશ અને નિષ્ક્રમણ વિષયક આપેલા નિવેદન અંગે જનતા સામે સાચી હકીકતો મૂકવી જરૂરી બની હોવાની પ્રતિક્રિયા આપી હતી.