મહુવા: “કટ નહીં તો મત નહીં” – ઉમણીયાવદર ગામનો ચૂંટણી બહિષ્કારનો એલાન
મહુવા નજીક આવેલ ઉમણીયાવદર ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 8 પર કટ ન મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઉમણીયાવદરથી રૂપાવટી, કોજળી, કાળેલા, બોરડી, સેદરડા સહિત 15થી વધુ ગામોને જોડતો આ મહત્વનો માર્ગ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ