વડોદરા ઉત્તર: અવધૂત ફાટક પાસે હિટ એન્ડ રન નો બનાવ માસુમ બાળક નુ મોત
વડોદરા માં વધુ એક નશા માં ધૂત કાર ચાલક એ અકસ્માત સર્જતા માસુમ 3.5 વર્ષ ના બાળક નુ નીપજ્યું મોત,વડોદરા શહેર માં અકસ્માતો ની વણજાર લાગી હોય તેમ લાગી રહ્યું છે. દિવાળી નો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર એક કાર ચાલક કે જે નશામાં ધૂત હોય અને લાલબાગ તરફ થી અવધૂત ફાટકં તરફથી આવી રહેલો હોય તે વેળા એ અવધૂત ફાટક પાસે ફૂટપાથ પર સુતેલ શ્રમજીવી પરિવાર ને અડફેટે લેતા માસુમ 3.5વર્ષ ના બાળક નુ મોત નીપજ્યું હતું.