સોલા સિવિલ હોસ્પિટલમાં લીવર સિરોસિસથી પીડાતા રાજકુમાર ઠાકર નામના વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. પેટમાંથી પાણી કાઢવાની સારવાર માટે ચોથા માળે દાખલ કરવામાં આવ્યા બાદ ગંભીર હાલતમાં હોવા છતાં તેમને જાતે જ સ્ટ્રેચર ખેંચીને વોર્ડ સુધી જવું પડ્યું હોવાનો આરોપ છે.