તળાજા: તળાજા પંથકમાં પીજીવીસીએલની મોટી ઝુંબેશ: વીજ ચોરી કરતા લોકો ઝડપાયા, લાખોનો દંડ ફટકારાયો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે વહેલી સવારથી જ વીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તળાજા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમો એકસાથે પહોંચી હતી અને વાહનોના મોટા કાફલા સાથે ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી. વીજ ચોરી સામે કડક વલણ અપનાવતા અનેક સ્થળોએ તપાસ કરવામાં