છોટાઉદેપુર: છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન, કલેક્ટર અને SP રહ્યા ઉપસ્થિત
છોટાઉદેપુરમાં વિજયા દશમી નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર ગાર્ગી જૈન અને SP ઈમ્તિયાઝ શેખ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.