તિલકવાડા: નાંદોદ ના ધારા સભ્ય દર્શનાબેન દેશમુખે તિલકવાડા ખાતે હાથ બનાવટ ની વસ્તુઓની ખરીદી કરી પ્રજાને પણ સ્વદેશી અપનાવવા અપીલ કરી.
ધારા સભ્ય દર્શનાબેન દેશમુખ સાથે તમામ કાર્યકર્તાઓ એ તિલકવાડા માં પ્રજાપતિ સમાજના લોકો દ્વારા હાથ બનાવટની વસ્તુઓની ખરીદી કરી હતી અને સૌ પ્રજાજનોને લોકલ વસ્તુઓ વાપરવા અને સ્વદેશી વસ્તુઓ ને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી સાથે જ આજે વિશ્વ દીકરી દિવસના અવસર પર વિસ્તારની નાની બાળાઓને કુમકુમ તિલક લગાવી વિશ્વ દિકરી દિવસની શુભકામનાઓ પાઠવી હતી.