દસાડા તાલુકામાં જ્યારે દારૂનું દુષણ વધ્યું હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે છેલ્લા બે દિવસમાં દસાડા તાલુકાના વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી પોલીસે ૫૦ લિટરથી વધારેનો જથ્થો ઝડપ્યો છે જેની કિંમત આશરે રૂ.૧૫,૦૦૦ થી વધુની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે છેલ્લા બે દિવસમાં બજાણા, દસાડા, પાટડી, અને ઝીંઝુવાડા, પોલીસ મથક વિસ્તારના અલગ અલગ ગામોમાંથી પોલીસે રેઇડ કરી અને ૫૮ લીટર જેટલો દેશી દારૂ જેની કિંમત રૂ.૧૧,૬૦૦ નો ઝડપી પાડ્યો છે