પલસાણા: કડોદરા પોલીસની મોટી સફળતા: 23 ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી દેશી બનાવટના તમંચા સાથે CNG પંપથી ઝડપાયો
Palsana, Surat | Oct 31, 2025 કડોદરા નહેર તરફથી એક ઇસમ દેશી તમંચો મોટરસાયકલ ઉપર લઈને નીકળો છે તેવી બાતમી આધારે CNG પંપ પાસે વોચમાં બેઠા હતા દરમ્યાન બાતમી મુજબનો ઇસમ, વિકાસ ઉર્ફે કુન્નો  S/O મોહન સીંઘ રાજપૂત, મોટરસાઇકલ નંબર GJ 05 NG 6415 લઈને આવતા તેને પકડી અંગ ઝડતી લેતા, આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂપિયા 10, હજાર 9 જીવતા કારતૂસ કિંમત રૂપિયા1,800 મોબાઇલફોન, મોટરસાયકલ મળી કુલ રૂપિયા  57,320/- નો મુદ્દામાલ સાથે એકને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો