અમરેલીમાં સાંસદ ખેલ મહોત્સવનો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રારંભ અમરેલી શહેરના સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો ઉર્જા, કાયદો અને ન્યાય રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના કરકમળે પ્રારંભ થયો. જિલ્લાભરના અંદાજે ૧૨૫૦ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધાઓમાં ભાગ લીધો. રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ખેલ મહોત્સવ ગ્રામ્ય વિસ્તારોના રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક પૂરું પાડે છે અને યુવા શક્તિને નવી દિશા આપેસે.