ખંભાત શહેરના વ્હોરવાડમાં મુંબઇના રહીશનો આવેલો પ્લોટ મુંબઇના જ શખ્સે જીવીત હોવા છતાં પણ મૃત્યુ પામ્યા હોવાનો મરણનો બનાવટી દાખલો મેળવ્યો હતો. અને તેના આધારે વારસાઇ અંગેનું ખોટું પેઢીનામું બનાવીને પ્લોટ વેચી માર્યો હતો.જો કે આ અંગે સીટી સર્વેની કચેરીમાંથી ફરિયાદીએ કાગળો કઢાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીની ફરિયાદને આધારે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.