પુણા: કતારગામ દરવાજાથી પાલિકાની મુખ્ય કચેરી સુધી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા,અમિત ચાવડાએ કહ્યું,સુરત ડ્રગ્સ નું હબ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કતારગામ દરવાજા થી મુગલીસરા સ્થિત પાલિકાની મુખ્ય કચેરી સુધી જનાક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસની કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.કાર્યકરોએ અમિત ચાવડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.ભ્રષ્ટાચાર,બેરોજગારી સહિતના મુદ્દે યાત્રા યોજવામાં આવી.અમિત ચાવડાએ જણાવ્યું કે,સુરતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી કથળી છે.સુરત ડ્રગ્સ નું હબ બનતું જઈ રહ્યું છે.