ભુજ: ધ્રબના કન્ટેનર યાર્ડમાંથી 1.29 કરોડનો દારૂ જપ્ત
Bhuj, Kutch | Sep 17, 2025 કચ્છમાં દારૂની બદી વધી રહી છે તેની સાબિતી આપતી ઘટનાઓમાં નામીચા બુટલેગર ત્રગડીના યુવરાજસિં વજુભા જાડેજાએ રૂા. 1,29,10,800નો પંજાબથી મગાવેલો દારૂનો જથ્થો પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ મુંદરા તાલુકાના ધ્રબ ગામથી ઝડપી પાડી કુલ રૂા. 1,31,10,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.