પલસાણા: ખાટુશ્યામ મીલના ગેટની પાસે રસ્તો ઓળંગી રહેલા 59 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવીને અજાણ્યા વાહને ટક્કર મારતાં ઘટના સ્થળે મોત
Palsana, Surat | Sep 21, 2025 59 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવી ઉમેશ રામચરીત્ર સિંહ, મૂળ ઉત્તરપ્રદેશ નાઓ કલાક ૨૦/૦૦ વાગે બલેશ્વર ગામની સીમમાં આવેલ ખાટુશ્યામ મીલના ગેટની પાસે મુંબઇ થી અમદાવાદ જતા નેશનલ હાઇવે નંબર 48 રોડ ઉપર પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી પોતાનુ વાહન લઇ નાશી ગયાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે દાખલ થતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરી આગળની કાર્યવાહી PSI એન.એન. ગામીતે હાથધરી છે.