આજે રવિવારે વહેલી સવારે અંદાજે 4 વાગ્યે મળેલી ટેલીફોનિક માહિતીના આધારે એએસઆઈ જયદેવ રાણા અને પોલીસ ટીમ સ્થળે પહોંચી હતી. ત્યાં ટ્રક નંબર RJ 21 GE 4142 ઉભેલી મળી આવી હતી. ટ્રક માંથી દોરડાંથી ખીચોખીચ બાંધેલી, ઘાસચારો, પાણી તથા તબીબી સુવિધા વિના લઈ જવાતી 17 નાની-મોટી ભેંસો મળી આવી હતી. ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થયો હતો, જ્યારે ક્લીનર આરીફખાન ઇસ્માઇલખાન પઠાણ (રહે. વાધણા, સિદ્ધપુર, જી. પાટણ)ને પોલીસે પકડી લીધો હતો.