લીલીયા તાલુકાના માર્ગ વિકાસને મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ક્રાંકચ–કેરાળા વચ્ચે ₹14 કરોડના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હસ્તે કરવામાં આવ્યું. આ પુલ માટે રાજ્ય સરકારે ₹8 કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર કરી છે, જેને લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો. પુલ તૈયાર થતાં પરિવહનમાં સુવિધા, સુરક્ષા અને સંપર્ક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારો થશે.