ડભોઇ: ડભોઇ કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ડભોઇ, તા. 31 ઓક્ટોબર — લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ડભોઇ કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી. ભારતના વિવિધ રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં સરદાર પટેલનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. દેશભરમાં ગૌરવભેર તેમની જન્મજયંતી ઉજવાઈ રહી છે, જેમાં “રન ફોર યુનિટી” સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન અને પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.