પલસાણા: પારડીપાટા ગામે આગ લાગતાં ઘરવખરી બળીને ખાક, ૩૦ લાખના નુકસાનનું અનુમાન; ત્રણ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો.
Palsana, Surat | Nov 4, 2025 સોમવારે રાત્રે અચાનક આગ લાગતા ગામમાં નાસભાગ મચીજવા પામી હતી દરમ્યાન ગામના જાગૃત નાગરિક જીગ્નેશભાઈ હસમુખભાઈ પટેલે ફાયર વિભાગને જાણ કરતા બારડોલી, સચિન હોજીવાળા અને કડોદરા PEPL ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવી કુલિંગ પ્રક્રિયા શરૂ કરી હતી. આ ઘટનામાં ઘર બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આખું ઘર સરસામાન સાથે બળીને ખાક થતા અંદાજે 30 લાખનું નુકશાન થયાનું અનુમાન. સેવાઈ રહ્યું છે.