માલપુર: માલપુર પોલીસે દિવાળી પૂર્વે ગોવિંદપુર ગામ પાસે થી મોટી દારૂની ચોરી પકડી – 8.59 લાખનો મુદ્દામાલ જપ્ત.
માલપુર પોલીસે દિવાળી તહેવારોને લઈ ગોવિંદપુર ગામ પાસે વોચ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી હતી.લુણાવાડા તરફથી આવી રહેલી એક ક્રેટા કાર શંકાસ્પદ જણાતા પોલીસે રોકી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની કુલ 1,313 બોટલો,કિંમત રૂ.3,59,000 મળી આવી.પોલીસે કાર સહિત કુલ રૂ.8,59,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઘટનામાં અરવિંદ બરંડા નામના આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.