રાજ્ય સરકાર દ્વારા ગ્રામ સચિવાલય બનાવવાના ઉદ્દેશ સાથે નવા ગ્રામ પંચાયત ભવન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 2,666 ગામમાં રૂ. 633 કરોડના ખર્ચે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસનું ઈ-ખાતમૂર્હુત આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.ભચાઉ તાલુકા ની 18 અને રાપર તાલુકા ની 52 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત સ્થાનિક આગેવાનો અને રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ના વરદ હસ્તે કરાયું હતું