ધરમપુર: કાંગવી ગામમાં રસ્તાની ઉંચાપાત બાબતે થયેલી અરજીમાં એકને માર મારવામાં આવતા ત્રણ સામે ફરિયાદ
બુધવારના 3 કલાકે ધરમપુર પોલીસે આપેલી ફરિયાદ ની વિગત મુજબ ધરમપુર તાલુકાના કાંગવી નદી ફળિયા ખાતે રહેતા જયંતીભાઈ ખંડુભાઈ પટેલ જેઓને તાલુકા પંચાયત કચેરી ધરમપુર ખાતેથી વિસ્તરણ અધિકારીનો ફરિયાદ નિવારણ અરજી બાબતે નિવેદનને લઈ કોલ આવ્યો હતો. જ્યાં તેઓ જઈ રહ્યા હતા. જે દરમિયાન ત્રણ લોકોએ રોકી તેમને માર માર્યો હતો. જેને લઇ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.