ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો પર બૌડાએ કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો વારંવાર ચર્ચામાં રહેતો હોય છે. એ જ મુદ્દે આજે એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર ચોકડી નજીક આવેલા વિનય કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ ખાતે થયેલા ગેરકાયદેસર બાંધકામો પર બૌડા દ્વારા આજે બપોરના અરસામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે જ ટીમે સ્થળ પર પહોંચીને JCB ફેરવી બાંધકામો તોડી પાડ્યા હતા.