પુણા: રાંદેરમાંથી ઓટો રિક્ષા ડ્રાઈવર ને 1.74 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સહિત બ્રાઉન હેરોઇન સાથે ઝડપી પાડતી રાંદેર પોલીસ
Puna, Surat | Nov 25, 2025 સુરતની રાંદેર પોલીસે ફરી ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો છે.માહિતીના આધારે સોમવારે રાંદેર પોલીસે પાલનપુર પાટિયા નજીક આવેલ ધર્મરાજ એપાર્ટમેન્ટ ના એક ફ્લેટમાં છાપો માર્યો હતો.જ્યાંથી મનીષ રૂપાણી નામના રિક્ષા ડ્રાઈવર ને 5.21 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને 5.53 ગ્રામ બ્રાઉન હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપીની પૂછપરછમાં મુંબઈમાં જાવેદ અને રિઝવાન.નામના ડ્રગ્સ પેડલરો ના નામ સામે આવ્યા હતા.જ્યાં બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.