રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલના માતૃશ્રી શાંતાબેન ઠાકોરભાઈ પટેલનું 95 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી વૃદ્ધાવસ્થાની તકલીફથી પીડાતા હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.શાંતાબેન પટેલની અંતિમ યાત્રા તેમના વતન કુડાદરા ખાતેથી નીકળી હતી. અંતિમ યાત્રામાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.