ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં અજીતભાઈ રાહાણી અને તેમના સંબંધી નવીનભાઈ વચ્ચે અગાઉ પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતની દાઝ રાખીને દંપતી પર અક્ષયપાર્ક સ્કૂલ પાસે આરોપીઓએ તેમને રોકી લાકડી, પાઇપ અને ધારિયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા,આ કેસમાં પોલીસે ભરતભાઈ ગંગારામ,મનીષભાઈ ગંગારા, કુબેરભાઈ ગંગારામ, પિયુષભાઈ રમેશભાઈ રાહાણીને ઝડપી લઈ ઘટના અંગેનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું.