ખેડબ્રહ્મા: શહેર ની ડી.ડી.ઠાકર કોલેજ ખાતે સાંસદની ઉપસ્થિતિમાં પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો
આજે બપોરે 3 વાગે જિલ્લા માહિતી ખાતા દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો 2025 તેમજ શિક્ષણમાં સર્જનાત્મકતા કાર્યક્રમ રાજ્યસભા સાંસદની ઉપસ્થિતિમાં ડી. ડી ઠાકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર ,જિલ્લા વિકાસ અધિકારી,પ્રાંત અધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.