ઓડ શહેરની સરદાર વાડી ખાતે મંગળવાર તા. ૧૬/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી આયુષ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન તથા સારવાર સુવિધાઓ આપવામાં આવી હતી. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષ કચેરી સાથે સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખંભોળજ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ઓડ અને લાયન્સ ક્લબ ઉમરેઠના સંયુક્ત ઉપક્રમે આ આરોગ્ય મેળો યોજા