તા.૨૫/૧૨/૨૦૨૫ ના રોજ પુજયશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ હોઈ સવારના ૧૦:૦૦ કલાકે પુજયશ્રીની પ્રતિમા, સવાસર તળાવ, અંજાર મધ્યે ગુજરાત સરકારનાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગનાં રાજયમંત્રી અને અંજારના માનનીય ધારાસભ્ય ત્રિકમભાઈ બી. છાંગાસાહેબ ની વિશેષ ઉપસ્થિતીમાં તેમજ પ્રમુખ વૈભવભાઈ ડી. કોડરાણી ના અઘ્યક્ષ સ્થાને પુષ્પાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ હોઈ તેમાં સમયસર ઉપસ્થિત રહેવા નગરપાલિકા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.